આ જોને આહીરને આંગણે

ભજન · નરસિંહ મહેતા

, નરહરિ નાચે નિત્યે રે;

બ્રહ્માદિકને સ્વપ્ને ન આવે તે હરિ આવે પ્રીત્યે રે. - ઓ જોને. ૧

નાચતો હરિ સુંદર દીસે ઘૂઘરડી વાજે ચરણ રે;

ભરૂઆડાનાં ભાગ્ય જ મોટા, શું કીજે ઉત્તમ વરણ રે? - ઓ જોને. ૨

ભક્ત તણા હિત જાણી ભૂધાર અવનિતલ અવધાર ધરે;

ધન્ય ધન્ય ગોપી કૃષ્ણ હૂલરાવે, નરસૈંનો સ્વામી પાપ હરે. - ઓ જોને. ૩

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી