જાગ કમળાપતિ

ભજન · નરસિંહ મહેતા

હજી કાં સૂઈ રહ્યો ? રોજ રામ તણી આજ ભાવી ?

વાર લાગે ઘણી, લાજ જાયે હણી, પછે શું કૃષ્ણજી કરશો આવી ? - જાગ. ૧

મેલ મમ નાથને ન ભર તું બાથને , કાં રે કમળા ? તુંને લાજ ના'વે ?

દાસ-ઉપહાસ થશે લાજ તારી જશે, પછે તને વ્હાલાજી ! કોણ ધ્યાશે ? - જાગ. ૨

'ઉધડકી ઊઠિયા ? સેજથી શ્રીહરિ , ઊઠી કમળા રહ્યા હાથ જોડી;

'ઉધડકી ઊઠિયા ? ક્ણ બડભાગીઆ ? સાર પ્રભુ ! તેની કરોને દોડી - જાગ. ૩

નરસૈયો નાગર ભક્ત છે માહરો, પ્રાન થકી અધિક તે નિશ્ચે જાણો,

જાઉં વેગે કરી, હૂંડી પાછી ફરી, લોક માંહે કરિં હું સમાણો.' - જાગ. ૪

વણિક થયો વિઠ્ઠલો, શેઠ થયો શામળો, વાણોતર આઠ લીધા છે સાથે,

કુંડળ કરણ ને ચરઆ છે મોજડી, વીમ્ટી ને વેલિયા પહેર્યાં હાથે - જાગ. ૫

શામળું અંગે તે અતિઘણું ઓપતું, શોભતી લટકતી ચાલ ચાલે,

તીરથ વાસિઓ મન માંહે સંકોચિયા, સંમુખ શેઠને રહ્યારે ભાળે - જાગ. ૬

'આ તો અપૂરવ પુરુષ દિસે ભલો નાણાવટી માંહે સાર અંકે,

ક્યમ કરી પૂછીએ, વાતને જાતને ? આપણ કેમ બોલાય રંકે ? - જાગ. ૭

અંતરજામીએ જાણી છે વારતા, શ્રીમુખ બોલિયા મધુર વાણી,

'કોણ ભાઈઓ ! તમો, શેઠ શામળ અમો, અમ સરખું કાંઈકહેજો જાણી. - જાગ. ૮

ધાઈ ચરણે ઢળ્યા, શેઠ શામળ મળ્યા,ધન્ય અમ ભાગ્ય તે ચાલી આવ્યા;

નરસૈંયે નાગરેગઢ થકી મોકલ્યા, પત્ર હૂંડીનું લખાવી લાવ્યા. - જાગ. ૯

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી