ભોજન ટાણે યજમાન બિરદાવળ

કવિતા · ઝવેરચંદ મેઘાણી

મિષ્ટ ભોજન જમવા ટાણે જે અન્નદતા યજમાન બિરદાવળ બોલે છે. તે -

બા..પો…. હડુડુડુ ઘી ઘી

ન્યાં હોય લીલા દી’

દૂધૂંવાળો દડેડાટ,

ઘીયુંવાળો હડેડાટ

એમાં મળિયું ૧ આઈયું ૨

ને માઠિયા આપા

જાય તણાતા

જાવ દ્યો,

કોઈ આડા ફરતા નૈ

કોઈ રાવળ આવે હડવડે

કોઈ પડપડે

કોઈ મનમાં કચકચ થાય

કોઈ મળિયું૧ ગોદડાં સંતાડે

આઈ દિયે ને આપો વારે

આઈ દિયે ને આઈ વારે

એને લઈ જાય જમને બારે

કોઈ જાતો કોઈ આવતો

કોઇ કાશી કોઈ કેદાર

અન્યનો ખદ્યાર્થી૨ હોય ઈ આવજો….

..ભાઈને ન્યાં કરો ભર્યો ગાજે

બા…પો ! હ ડુ ડુ ડુ

ઘી ઘી ઘી

ન્યાં હોય લીલા દી.

સોયલી વાર! ૩

સત ને વ્રત મખૂટ૪ !

ચડતી કળા, ને રાવળ ૫ વળા!

ઝાઝે ધાને ધરાવ!

સોયલાં ને સખી રો!

આઈ માતા!

તમે ત્રેપખાંના૬ તારણહાર

મા! તમે જનેતા!

છોરવા૭ સમાનો૮ લેખવણહાર!

દુહો

ધીડી કરિયાવર જે કરે, દીઠલ બાપ-ઘરે

હીરા હેમર દિયન્તી, તડ વિક્રમ તરે.

સમાનાર્થી શબ્દો

મળિયું= ગાદલા,

ખદ્યાર્થી= ક્ષુધાર્થી,

સોયલીવાર સમૃદ્રવંત વેળા.

મખૂટ= અખૂટ્

રાવળ વળા= રાવળ અર્થાત વહીવંચો તમારે ઘેર આવે તેવી વેળા(સંતતિની છત).

ત્રેપખાનાં=સ્ત્રીના ત્રણ પક્ષઃ પિયર, મોસાળ, સાસરું.

છોરવાં=છોરું,

સમાનો=સામાન.

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી