બ્‍હેનોને

કવિતા · નર્મદાશંકર દવે

(હોરી-રાગ-કાફી)

બ્‍હેનો ! તમે જ્ઞાન વધારો, ભૂંડી રીતી સુધારો. ટેક.

શીખેથી સારાસાર સમજાયે, છંડાયે છંદ નઠારો;

હારે બ્‍હેની છંડાયે છંદ નઠારો;

ઉદ્યોગી મધમાખી પેઠે નીત, સંધેથી સાર સ્વીકારો. બ્‍હેનો૦ ૧

ઋતુ વસંત તો પુરી થશે ને, ઝૂલશે મદનો ઉન્હાળો;

હાંરે બ્‍હેની ઝૂલશે મદનો ઉન્હાળો;

ગભરાતાં નીકમાં જ પડાયે, નીતિયે લાગે તે વ્હાલો. બ્‍હેનો૦ ૨

વેરી તે વ્હેમી વીચારોને વ્હાડી, વ્હેરી વેરી દીલ ઠારો;

હાંરે બ્‍હેની વ્હેરી વેરી દીલ ઠારો;

નીતિ ધરમ જે પાળે નર્મદ, તે જ ઉગરશે ધારો. બ્‍હેનો૦ ૩

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી