કોણ પુન્યે કરી

ભજન · નરસિંહ મહેતા

નાર હું અવતરી, શ્રીહરિ દીન થઈ માન માગે;

અમર અવગતિ કહે, અકલ કો નવ લહે, તે કમલાવર કંઠ લાગે.

યજ્ઞ યાગે યજી યોગ ધ્યાને ધરી, બહુ વ્રત આદરી દેહ કષ્ટે;

તોય તે શ્રીહરી, સ્વપ્ને ન પેખીએ, તે હરી નિરખીએ પ્રેમ દૃષ્ટે.

શેષ સુખાસન શેજ સદા સહી, ભુવન જસ્ં વૈકુઠ કાહાવે;

તે પેં અધિક જે મંદીર માહરૂં, પ્રેમે પીતાંબર પલંગ આવે.

ભગતવછલતણું બિરદ પોતે વહે, વેદ પુરાણ એમ શાસ્ત્ર વાણી;

નરસિંહાચો સ્વામી ભલેરે મળિયો, કીધી કૃપા મુને દીન જાણી.

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી