યોદ્ધો

કવિતા · નર્મદાશંકર દવે

(પદ)

આહા કેવાં યશગીત ગવાએ,

જોદ્ધો રણે લડતો પડી જાએ. ટેક.

લાંબો ચતોપાટ એ પડ્યો શોભે,

વ્યે છાતી ઘાએ કપાળ તો જોભે.

- આહા૦

શોક ઘણો થ્યા એ પડવાથી'

સહુને ઉત્તેજન મળતૂં એનાથી.

- આહા૦

ભણી ગની નર્મદ શૂરવીર થાજે,

જસ પીઇ સંતતીને પછી પાજે.

- આહા૦

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી