કર નખ રાતા

ભજન · નરસિંહ મહેતા

કામિનીના રે રાતા અધર - સુદંત;

રાતો અબીલ ગુલાલ ઉડાડે, રાતો નવલ વસંત - કર. ૧

રાતી ચોળી કસણ કસી રે, રાતી કુસુમ રોળ;

રાતે સિંદૂર માંગ ભરી રે, મુખ રાતાં તંબોળ - કર. ૨

કૃષ્ણજી રાતા કામિનીએ, કામિની રાતી કૃષ્ણગુણે,

સરખે સરખા બેહુએ રાતા, નરસૈયો રાતે હરિચરણે. - કર. ૩

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી