પીડ કોની આગળ કહીએ?

કવિતા · નર્મદાશંકર દવે

(પદ)

કોની આગળ કહીયે, પ્રભૂ પીડ કોની આગાળ કહીયે. ટેક.

મેહનત કરતાં ધન ન મળે કંઇ, પેટડું ડાબી રહીયે. પ્રભૂ૦ ૧

સાચવતાં વલી નન બગડે ને, બહુ બહુ રોગી બનીયે. પ્રભૂ૦ ૨

વિદ્યા બુદ્ધિયે મન છે તાજું પણ, ઉલટાં મૂરખ ઠરીયે પ્રભૂ૦ ૩

દુઃખ ભુલાવવા સુજન મળે પણ, નવછાજે કેમ સહીયે? પ્રભૂ૦ ૪

બધી રીતથી હારિ રહ્યાં તુજ, નામે સુખડૂં લહીયે પ્રભૂ૦ ૫

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી