સંતો ભાઇ ભુવન જીત્યા ભવ સારા

ભજન · ભોજો ભગત

. ટેક૦.

અનંત લોચન અંતર ઊઘડિયાં; નીરખ્યા નાટ નિરાળા. સંતો૦

મનમંદિર દીપક દરશાના, ઊઘડી ગયાં તનતાળાં;

રંગ લાગ્યો ને રવિ પ્રગટિયો, અનેક દિશે અજવાળાં. સંતો૦

કરણ વર્ણ જેણે મરણ મિટાયા, ચરણ ગ્રહ્યાં છોગાળા;

છૂટી ગયાં ચેન ઘેન, ઘનઘોરા, ભાસ્યા બ્રહ્મ રસાળા. સંતો૦

ગગન ગાજે ત્યાં અનહદ વાજે, સદ્ગુરુકી સાન શિખાયા;

ભોજો ભગત કહે પ્રેમ પિયાલો, પીતાં નયને નીર ઝલકાયા. સંતો૦

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી