રેખ રૂઠિ ને ગઇ આશ ઉડી રે

કવિતા · નર્મદાશંકર દવે

કેમ હવે જીવૂં;

અરરર કેમ; કેમ રે,

જખમને કેમ કરી સીવૂં

જેની ઊંફમાં તન મન ધનની,

આશ હતી મોટી;

અરરર આશ; આશ રે,

સહજમાં થઇ ગઇ ખોટી

રેખ રૂઠી.....

હીર ઉડ્યૂં ને હિરો કોયલો,

તે પણ નહિં પાસે;

અરરર તે પણ તે પણ રે,

મથ્યો શું સ્વપ્ન તણે ભાસે

રેખ રૂઠી.....

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી