કાનુડો કામણગારો રે

પદ · દયારામ

, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે !

રંગે રૂડો ને રૂપાળો રે, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે !

રંગ રાતોરાતો મદમાતો, ને વાંસલડીમાં ગીતડાં ગાતો,

હે એનાં નેણાં કરે ચેનચાળો રે, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે !

ભરવાને ગઈ’તી પાણી રે એને પ્રેમપીડા ભરી આણી રે,

ઘેલી થઈ આવી શાણી રે, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે !

બેની તારે પાયે લાગું, વ્હાલા રે વિના ઘેલું રે લાગ્યું રે,

હે એને દયાના પ્રીતમ માંગું રે, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે !

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી