બાપુનાં પારણાં

કવિતા · ઝવેરચંદ મેઘાણી

મુખ્ય વિકેતા

પો. બો. નં. ૯૭૮ : મુંબઈ–૧

પો. બો. નં. ૭૩ : અમદાવાદ–૬

આવૃત્તિ ચોથી

જુલાઈ ૧૯૪૬

પ્રાપ્તિસ્થાન

ભારતી સાહિત્ય સંઘ

પો. બો. નં. ૯૭૮

મુંબઈ–૧

ફૂલછાબ કાર્યાલય

રાણપુર

કિંમત

બાર આના

મુદ્રક અને પ્રકાશક

નાથાલાલ મ શાહ

સ્વાધીન મુદ્રણાલય

સૌરાષ્ટ્રરોડ , રાણપુર

નિવેદન

૧૯૯૯ ના માહ શુદ ૬ થી ગાંધીજીએ એકવીસ ઉપવાસનું જે વ્રત આદર્યું તેના માહ વદ બારશ ને બુધવારે સફલ પારણા થયા તે સાથેજ વિચાર ઉપડ્યો કે ગુજરાતના કવિઓએ રચેલા બાપુ વિશેના ગીતો કાવ્યો મહીંથી બે બે ત્રણ ત્રણ ઉપાડીને એક પ્રતિનિધિ સંગ્રહ તુરતમા બહાર પાડવો તે માટે લાગતા વળગતા

સ્નેહીઓને પુછાવતા પતો મળ્યો કે આવો ‘ગાંધીકાવ્ય-સંગ્રહ' તો શ્રી ઝીણાભાઈએ અને ઉમાશંકરે સંપાદિત કરીને ’૯૩ ની રેંટીઆા બારશે બહાર પણ મૂકેલ છે (અને એમા મારું પ્રતિનિધિત્વ પણ મોજૂદ છે) હું જ એ વાત ભૂલી ગયેલો

એટલે એક જ ક્ષેત્રમા એવા બે સંગ્રહો ન હોવા ઘટે એ નીતિને માન આપીને મે છેવટે નિર્ણય કર્યો કે, આ અવસરે રચાયેલા મારા પોતાના નવા તેમ જ જૂના, અને ઉપર કહ્યા ‘ગાંધી કાવ્યસંગ્રહ’ માં નહિ આવી શકેલા (કેમકે પાછળથી રચાયેલા) શ્રી દુલાભાઈ કાગના લોકપ્રિય બની ચૂકેલા પાંચ ગાંધી-ગીતો મળીને એક નાનું ઝુમખું પ્રકટ કરવું અને તે ફૂલછાબ નવ પ્રકાશન શ્રેણીના વાચકોને સાદર કરવું એ મનોરથ ફુલછાબ કાર્યાલયના અખૂટ ઉત્સાહથી ગાંધી-કારાવાસની સાતમી માસ-જયંતિએ, તા. ૯ ૩-૪૩ ના રોજ ફળીભૂત થઈ શકે છે.

મારા ગીતોનો ક્રમ મેં ઉલટાવીને રાખ્યો છે '૪૩ થી શરૂઆત કરીને પાછલી સાલવાર મારી કૃતિઓને મૂકતો મૂકતો હુ પાછળ ચાલ્યો છું આઠ ગીતો આ અવસર નિમિત્તે રચાયેલા નવા છે તે નવાની જુમને પંકિતઓ ૨૫૪ છે તેમા મેં ગરબી, ભજન વગેરે દેશી ઢાળો મરોડોના પ્રયોગો કરેલા છે

બાપુના આ અનશનમાં મૃત્યુ અતિ નિકટ આવી ગયું હતું છેક પ્રાણ દ્વાર સુધી પહોંચીને એ પાછું વળ્યું છે એટલે નવા ગીતોમા 'મૃત્યુ પ્રહરી બન્યુ' 'મૃત્યુનો મુજરો’ વગેરે કલ્પનાએ મારા પર જોર કરી ગઈ છે જીવનના હર્તાએ પોતે જ ગાંધીજીના પ્રાણની પહેરેગીરી કરી અને કદ્દરૂપ કુત્સિત

મૃત્યુ સાજન-ઘેરે જતી સુંદરીને રૂપે નૃત્ય કરતું કરતું છેક ગાંધી-ચરણે ઝૂકીને લવિત નૃત્યપગલે જ પાછું સિધાવ્યું એવો ભાવ મારા 'મૃત્યુનો મુજરો’ માંહેનો છે. ઉપવાસના પારણા પ્રસંગે પણ આખી જમાત ભેગુ- બેશક લજવાઈને વેગળુ-મૃત્યુ ધૂંઘટ ખેંચીને બેઠું હોવાનું બનાવ્યું છે પણ એને તો સ્વામીએ પાસે બોલાવીને જુહાર કીધા, આર્શીવાદ આપ્યા, કુશળ સમાચાર પૂછ્યા, સામે મૃત્યુએ ધૂમટો ખોલી સ્વામીના વારણા લીધા. આ વેળાના ગાંઘી-મૃત્યુ મેળાપનું મારુ આવું દર્શન છે

મુંબઈ નગરીમા મહાત્માજીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવા મુસ્લિમ બહેનોની સભા મળેલી ત્યાં જે બન્યું તે પરથી ગાયું – 'ખુદા આબાદ રાખે !’

સર તેજબહાર સપ્રુ અને શ્રી રાજાજી વગેરેએ દિલ્હી ખાતે તેડેલી 'આગેવાન-પરિષદ' વિશે લાગણીઓની આપદા ચુપ રહી શકી નથી. એ વેળાને હળવું અને ભારે ખેદ રૂપ મળ્યા છે 'અગેવાન આંધળા જેના'એ મશ્કરીને વાચકો ક્ષમ્ય ગણે સર તેજબહાદુરની જ ઉક્તિનો એમાં હવાલો છે, કે ‘ગાંધીજીનુ અવસાન અટકે તો ચમત્કાર જ ગણાશે. પણ એ વાત જો બને તો દેશે શાંત રહેવું. દેખાવો ન કરવા વગેરે'

આવા બોલને વિનોદ રૂપે કાવ્યમાં વહાવી દેવા એજ આપણે માટે સલામત છુટ્કારો છે પછી ગંભીરતાથી 'એ ત્રણસોને' ગવાયું છે.

'બાપુનો બરડો' એ ફૂલછાબમાં પૂર્વે આવી ગયું છે, પણ ગ્રંથસ્થ પ્રદેશમા નવું છે 'નિવેદન’ [પા. ] આ પ્રસંગનુ નવીન છે

'જન્મનોમના અનુતાપ' અને 'ખમા ખમા લખવાર' એ બન્ને મારા કાવ્યસંગ્રહ 'એકતારો'માં છે અને 'પરાજિતનું ગાન'થી માટી 'ધરની માગે છે ભોગ' એક 'યુગવંદના'માં છે.

શ્રી દુલાભાઈના આહીં ઉતારેલ ગાંધી - ગીતો એમના નિતસંગ્રહ કાગવાણી ભાગ બીજામાંથી ઉપાડેલ છે એની મેં લખેલ પ્રસ્તાવનાના પાના ૧૦-૧૧-૧૨-૧૩-૧૪માં ગીતોની આમ કૃતિઓનું મેં દર્શન કરાવ્યું. સાંગોપાગ કસબ એમનો જ મૌલિક છે અને તે એક ગ્રામ્ય કવિનો છે તે જ વિવેકાઇ છે, રાજકારણમા કે અર્થ કાવ્યમાં નહિ સમજનાર ગ્રામ્યકવિ ગાંધીજીવનની ખુબીઓને શી અજબ જુક્તિથી પકડી લે છે તેનું દ્રષ્ટ્રાંત આ ગીતો છે.

એ તો શ્રી દુલા ભગતે ૭૭-૭૮ની સાલમાં લખ્યા છે અને સભા

ગૃહોમાં, રેડીઓ પર તેમ જ ગ્રામોફોનમાં ગાઈ શ્રોતાઓમાં મંત્ર મુગ્ધતા મુકી છે એટલું જ હોત તો બસ ન લેખાત, એ ગીતો રાષ્ટ્રકાવ્યના નમૂના છે.

અહીં ‘ગાંધી કાવ્યસંગ્રહ’ના સંપાદકોએ કરેલું વિધાન ટાંકવા જેવું છે -

'પ્રશસ્તિકાવ્યની ઉત્તમ કવિતાપ્રકારમાં ગણના થતી નથી. પણ આ સંગ્રહમાં ગાંધીજીની પ્રશસ્તિ ઉપરાંત, એમના જીવનને લગતા છતા એમના જ નહિ પણ સારી પ્રજાના જીવનના ગણાઈ ચુકેલા ઐતિહાસિક પ્રસંગોમાથી પ્રેરાયેલી કૃતિઓ પણ સદ્ભાગ્યે સારા પ્રમાણમાં છે'

ગાંધીજી વિશેની મારી કૃતિઓ માટે તો આટલું કથી શકું તેમ છું કે હું એમનો અનુયાયી નથી, એમના રાજકારણવાદ અથવા અધ્યાત્મવાદનો અભ્યાસી વા ભક્ત પણ નથી. રામાનુરકત તુલસીદાસના કે અમારા સોરઠી સંત વેવાના ભકત રામ બાવાના ઉત્કટ શરણાગતભાવ અને મુગ્ધતાથી કાવ્યમાં ગુરુ-ઉપાસના કરવાનું મારા જેવા માટે શક્ય નથી. મેં તો પ્રત્યેક પ્રસંગે તેમના વલણો, મંથનો ને આત્મવેદનાઓ કેવાક હશે તેનું કેવળ પરલક્ષી અર્થથી, છતા બેશક મારી ધગશ દ્વારા, નિરૂપણ કર્યું છે, ને હું માનુ છુ કે શ્રી દુલાભાઈએ પણ તેમજ કર્યું છે

રાણપુર,

તા.૭–૩–'૪૩

ક્ર મ

પા.

૧

અનશન-તિથિઓ

૯

૨

મૃત્યુ પ્રહરી બન્યું

૧૫

૩

મૃત્યુનો મુજરો

૧૭

૪

ખુદા આબાદ રાખે

૧૯

૫

'૪૩નાં પારણાં

૨૦

૬

આગેવાન આંધળા જેના

૨૨

૭

એ ત્રણસોને

૨૪

૮

જન્મભોગના અનુતાપ

૨૬

૯

ખમા ! ખમા ! લખ વાર

૨૯

૧૦

બાપુનો બરડો

૩૨

૧૧

પરાજિતનું ગાન

૩૫

૧૨

છેલ્લી સલામ

૩૭

પા.

૧૩

તારાં પાતકને સંભાર

૪૧

૧૪

અંતરની આહ

૪૪

૧૫

છેલ્લો કટોરો

૪૮

૧૬

માતા તારો બેટડો આવે

૫૧

૧૭

ધરતી માગે છે ભોગ

૫૬

૧૮

નિવેદન - દુલા ભગતનાં

૬૦

૧૯

સો સો વાતુંનો જાણનારો

૬૨

૨૦

વાણિયો ખેડે વેર

૬૬

૨૧

લાડકડો વર

૭૦

૨૨

ધૂણી બળે

૭૪

૨૩

નગારે ગેડી

૭૭

સો સો વાતુંનો જાણનારો

એના કાંતેલામાં ફોદો ન ઊમટે

આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારત માં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૬ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1966 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી