હિંડોળે હિંચે મારો વહાલો

ભજન · નરસિંહ મહેતા

, હિંચંતાં રંગ લાગ્યો રે;

શામાને શામળિયા સાથે લાજતણો ભય ભાગ્યો રે. હિંડોળે.

શામાને સોહાવે દંપતી, રસિયાશું રસ વાધ્યો રે;

લેહેરી લેતાં અંગસમાગમ, વીચંતડો વર લાધ્યો રે. હિંડોળે.

દીનોનાથ હિંડોળે હિંચે, ફૂલ્યો મદન મદમાતો રે;

નરસૈયાચો સ્વામી ભલે મળિયો, માનુનીમાં રંગરાતો રે. હિંડોળે.

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી