સજ્જ થાઓ

કવિતા · નર્મદાશંકર દવે

કરી મનચંગા, એ તો વાજે છે રણ રંગા રે - સજ૦

પૃથ્વીનો છે છેડો ઘરને, જન એ ઘરસુખ સંગાં રે - સજ૦

ઘરના સુખને સારુ મથવું, કરવાને તે અભંગાં રે - સજ૦

વેરી તોમંડ્યા છે હણવા, આપણ ખમિંયે તંગાં રે - સજ૦

કહીં ફુફવાડા કહીં દેખ મારો, માંડો જુદ્ધ વળી ધંગાં રે - સજ૦

ખાડામાંનું મળજળ પીયે, કાં ન પીયે જળ ગંગા રે - સજ૦

નર્મદ વીરા જયસુખ અર્થે, થશું અમે ઓ ઉમંગા રે - સજ૦

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી