લટકંતા આવે લાલ

કવિતા · પ્રેમાનંદ

લટકંતા આવે,

મારે મંદિર મોરારી;

ગજગતિ ચાલ સુંદર ગજગતિ ચાલ રે,

જોઈને બલિહારી... ૧

સાથળ ઘૂંટણ સુંદર, સાથળ ઘૂંટણ જોઈ,

પિંડી ને પાનિયું;

ઘૂંટિ પેનીની છબી ઘૂંટી પેનીની રે,

મારે મન માનિયું... ૨

અરુણતળામાં સુંદર અરુણતળાં માંહી,

સોળ ચિહ્ન શોભતાં;

ઊર્ધ્વરેખામેં રૂડી ઊર્ધ્વરેખામેં રે,

મુનિમન લોભતાં... ૩

મૂર્તિ મહારાજની શ્રી મૂર્તિ મહારાજની રે,

ગાઈ પ્રીતે કરી;

પ્રેમાનંદ કહે નાથ પ્રેમાનંદ કહે રે,

અંતરમાં રહો શ્રીહરિ... ૪

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી