મરમ વચન કહ્યાં ભાભીએ

ભજન · નરસિંહ મહેતા

મરમ વચન ખ્યાં ભાભીએ હુંને તે, માહરા પ્રાણમાં રહ્યા વળુંઘી,

શિવ આગળ જઈ. એકમનો થઈ, ધ્યાન કીધું દિવસ સાત સુધી. - મરમ. ૧

હરજીએ હેત ધરી, દીન જાણી કરી, પ્રગટ દર્શન દીધું શૂલયાણિ,

'તારી ભક્તિ ઉપર હું જ પ્રસન્ન થયો, માગ રે માગ' મુખ વદત વાણી. - મરમ. ૨

ગદ્ ગદ્ કંઠે હું બોલી શકું નહીં, મસ્તકે કર ધર્યો મુઘ જાણી,

અચેત ચેતન થયો, ભવ તણો અધ ગયો, સૂતી ઊઠી મારી આદ્ય વાણી. - મરમ. ૩

'તમને જે વલ્લભ હોય કાંઈ દુલ્લભ આપો, પ્રભુજી ! હું ને દયા રે આણી'

ગોપીનાથે હુંને અભેપદ આપિયું, નરસૈયો હરિજશ રહ્યો વખાણી. - મરમ. ૪

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી