જાગને જાદવા! રાત થોડી રહી

ભજન · નરસિંહ મહેતા

, મંડળિક રાય મુને બીવરાવે,

અરુણ ઉદિયો અને હરણલી આથમી, તુંને તો યે કરુણા ન આવે. - જાગને. ૧

ભોગળ ભાંગિયે રાય દામોદરા! ઉઠો જદુનાથ દેવાધિદેવા !

મંડળિક મદભર્યો ઓચરે અઘટતું, જાણે નરસૈંયાની જૂઠી સેવા - જાગને. ૨

ભક્તપાલક, દયાશીલ તું શામળા ! માહરે પ્રીત પૂરણ છે તારી,

નાગરાશું નવલ નેહડો દાખવો, અકલિત ચરિત તારા મુરારિ. - જાગને. ૩

માહરે 'નરહરિ' નામ રૂદે વસ્યું 'પતિતપાવન' તરૂં બિરૂદ કહાવો,

ગ્રાહથી ગજને મૂકાવિયો શ્રી હરિ ! દાસ નરસૈંયાને તેમ મૂકાવો.- જાગને. ૪

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી