હજી ન ધરાયો

ભજન · નરસિંહ મહેતા

રંગ તે રમતાં, ચાર પોહોર નીશા નિકર નિમગતાં—ટેક

અધર સુધારસ પીજી પીજી પીધિરે, કેસરી કામને મેં પુંઠડી ન દીધીરે. હજી.

પીન પયોધર પાખર કીધીરે, સુરતસંગ્રામે હું વઢતી સૂધીરે. હજી.

નખ શીખા લગે તાકી તાકી મૂકીરે, કેસરી કામશું વઢતી ન ચૂકીરે. હજી.

ઉદ્યો દિવાકર રજની વીતીરે, નરસિંહાચા સ્વામી સંગમ જીતીરે. હજી.

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી