નીત નીત લાછવર લક્ષણ રૂડાં

ભજન · નરસિંહ મહેતા

, મોટેરાં થઈએ રે ત્યમ બોલીએ કૃડાં.

માત યશોદા જાણે રે માહારો લાડકો પુત્ર, વાહાલાજીએ ઠામ ઠામ માંડ્યાં ઘરસૂત્ર.

જેહનું બ્રહ્માદિક ધ્યાન ધરે સુર મુનિ ગાયે, દૃષ્ટે પડી નાચ્ય વિના રમી ન જાયે.

શીખ દેતાં દુભાશો મા શામળા કાહાન, નરસિંહાએ એ નાચ્યને દીધું સનમાન.

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી