મેહુલો ગાજે ને માધવ નાચે

ભજન · નરસિંહ મહેતા

, રૂમઝુમ વાગે પાયે ઘુઘરડી રે,

તાલ પખાજ વજાડે રે ગોપી, કૃષ્ણ વજાડે વેણ વાંસલડી રે. મેહુલો.

પહેરણ ચરણાં ને ચીર ચુંદડી, ઓઢણ આછી લોમરડી રે;

દાદુર, મોર, બપૈયા બોલે, મધુરી શી બોલે કોયલડી રે. મેહુલો

ધન્ય વંસીવટ, ધન જમુનાતટ, ધન્ય વૃંદાવનમાં અવતાર રે;

ધન્ય નરસૈંયાની જીભલડીને, જેણે ગાયો રાગ મહ્‌લાર રે..મેહુલો.

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી