તમારો ભરોસો મને ભારી

ભજન · નરસિંહ મહેતા

સીતાના સ્વામી, તમારો ભરોસો મને ભારી.

રંક ઉપર વ્હાલો ચમ્મર ઢોળાવે,

ભૂપને કીધા ભીખારી, સીતાના સ્વામી ... તમારો ભરોસો.

નખ વધારી હિરણ્યકશ્યપ માર્યો,

પ્રહ્લાદ લીધો ઉગારી, સીતાના સ્વામી ... તમારો ભરોસો.

ભલે મળ્યો મહેતા નરસૈંયાનો સ્વામી,

નામ ઉપર જાઉં વારી, સીતાના સ્વામી ... તમારો ભરોસો.

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી