ડાંડિયાની ડાંડિ

કવિતા · નર્મદાશંકર દવે

(ડાંડિયો-દોહરા)

અમારા નિશ ઘનઘોરમાં, ચોરિ ધાડનો ભોય;

ઘરમાં વસ્તી દીપની, ભાર ડાંડિની હોય. ૧

ડાંડિ વગાડે ડાંડિયે, હોય ડાંડિયો જેહ;

મુકે ડાંડપણ ડાંડિયો, મસ્તી કરતો રેહ. ૨

નહીં ડાંડિયા સ્‍હાંડિયા, પણ વળી લોક અજાણ;

ન્હાનાં મ્હોટાં નાર નર, સરવે થાય સુજાણ. ૩

ડાંડિની મ્હેનત થકી, ધજાડાંડિ સોહાય;

દેશતણો ડંકો વળી, બધે ગાજતો થાય. ૪

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી