સાંભળો કામની કૃષ્ણ કાયર કહે

ભજન · નરસિંહ મહેતા

, તાહરા મંદિરથકો નહીરે જાઉં;

અવર કો નાર નહીં તૂજ સારખી, જેહને ફૂલ કરી હું બંધાઉં.

તું વનવેલડી, હું વનમાળી, સીંચવે સમર્થ દ્રષ્ટિ કરૂં;

તુજ પાસલે રાખું શીતલ પાણિ ધરી, પ્રેમની વાડ કરૂં.

સાંભળો સુંદરી એમ કહે શ્રીહરિ, જેની ફૂલમાળા કરી હું રે બાંધ્યો;

ચૌદ ભુવનતણાં બંધન છોડવું, મેં જાણ્યું તે મોહની મંત્ર સાધ્યો.

માન તું માનની, માન માગી કહું, નહીં તજું મંદિર બોલ દીધો;

નરસિંહાચો સ્વામી, સર્વે રસ લહ્યો, સુરત સગ્રામ આધીન કીધો.

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી