સતી

કવિતા · નર્મદાશંકર દવે

મેં તો જાણ્યો આ નવલ પ્રસંગ, હઇડૂં મારૂં કાંપ્ર્ છે;

એથી ભલુંભલું રહેવું નિઃસંગ, ભાયગ મુને ચાંપે છે--ટેક

રે આશભરી બહુ સુખ ઉદે જોવા, આવી ત્યાં જોઉં અસ્ત;

મનના મનોરથ તૂટી પડ્યા, ફૂટ્યું દર્પણ લીધું હસ્ત--ભાયગ.

રે મમત ભુંડો આ ઘર વણસાડે, વાંક રસે જન જોય;

મારો એનો તેનો નહીં, કાં પુરવ કરમનો હોય--ભાયગ.

રે જોબન ખીલતું હીમાઇ જાઓ, હૂં તો ના મૂકૂં શીળ,

લખી અવધીએ મળીશ ધણીને, સાંખીશ થાતી ઢીલ--ભાયગ.

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી