અમાસ નિશ ઘનઘોરમાં

કવિતા · નર્મદાશંકર દવે

અમાસ નિશ ઘનઘોર

અમાસ નિશ ઘનઘોર

અમાસ નિશ ઘનઘોરમાં, ચોરિ ધાડનો ભોય ,

ઘરમાં વસ્તી દીપની, બ્હાર ડાંડિની હોય .

ડાંડિ વગાડે ડાંડિયે, હોય ડાંડિયો જેહ;

મુકે ડાંડપણ ડાંડિયો, મસ્તી કરતો રેહ.

નહીં ડાંડિયા સ્હાંડિયા, પણ વળી લોક અજાણ ;

ન્હાનાં મ્હોટાં નાર નર, સરવે થાય સુજાણ.

ડાંડિની મ્હેનત થકી, ધજાડાંડિ સોહાય;

દેશતણો ડંકો વળી, બધે ગાજતો થાય.

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી