ઘાયલ નર્મદ

કવિતા · નર્મદાશંકર દવે

(છંદ: સવૈયા)

ઘાયલ દર્દિનું દર્દ તે નર્મદ જેવું જ દર્દિ પિછાને;

સજ્જન એવું તે કોક રસે રૂઝવે રૂઝવી દીલધાને.

સો જનમાં કદિ એક રહે વળગ્યું ન બ્હીએ પડ્યું રાને;

ભાયગ કહાંથિ મરે વળગી જનને લવતો પ્રેમ પાને!

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી