એક ચિત્ર

કવિતા · નર્મદાશંકર દવે

ઘરને માથે ઘુવડ બેઠું, કુવામાંહી કબુતર બેઠું;

ચોખ આભમાં કાળું પેઠું, મેલામાં વળી ભૂતડું પેઠું;

ઝાડ ઉપરતો બગલું દીઠું, ફુલડામાં સાપોલિયું દીઠું;

એવું કાંઇ હું જોઉં છું.

માલ જો પૂરી મજાથી, સાચે છે સૌએ રાજી-માલ.

કળી કહે છે ભ્રમરને હવે નથી કંઇ વાર;

હું ખીલૂં દૈ ડંખ તું રસ મુજ લેઇ વધાર-માલ.

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી