રા' ગંગાજળિયો
નિવેદન →
રા’ ગંગાજળિયો
[સોમનાથનું ભાંગેલું મંદિર]
ફુ લ છા બ ભે ટ - પુ સ્ત ક
: : એપ્રીલ ૧૯૩૯ : :
આવૃતિ પહેલી
:: ૧૯૩૯ ::
દોઢ રૂપિયો
મુદ્રક - પ્રકાશક
મનુભાઈ અમૃતલાલ શેઠ
સ્વાધીન મુદ્રણાલય
સૌરાષ્ટ્ર રોડ : રાણપુર
અ ર્પ ણ
'ફુલછાબ'ના મારા વડીલ કાર્યસાથી
શ્રી. ના થા ભા ઈ ને
અ નુ ક્ર મ
પ્રકરણ
પૃષ્ઠ
૧
જુદા કેડા
૧
૨
પંડિતની સ્ત્રી
૮
૩
ચારણીનું ત્રાગું
૧૩
૪
ચૂંદડીની સુગંધ
૧૭
૫
માંડાળિકનું મનોરાજ્ય
૨૧
૬
ગંગાજળિયો
૩૮
૭
ઓળખીને કાઢ્યો
૪૫
૮
દુદાજીની ડેલીએ
૫૩
૯
ઝેરનો કટોરો
૬૧
૧૦
તીર્થના બ્રાહ્મણો
૬૮
૧૧
આઇ નાગબાઇ
૭૩
૧૨
સોમનાથના મંદિરમાં
૮૫
૧૩
અનાદર
૯૪
૧૪
પૂજારીનું માનસ
૧૦૧
૧૫
પાછા વળતાં
૧૦૭
૧૬
ગૂજરાતના દરવેશો
૧૧૪
પ્રકરણ
પૃષ્ઠ
૧૭
નાગાજણ ગઢવી
૧૨૦
૧૮
હાથીલાનો નાશ
૧૨૭
૧૯
ફરી પરણ્યા
૧૩૩
૨૦
મહમ્મદ બીઘરો
૧૩૮
૨૧
કસૂંબાનો કેફ
૧૪૯
૨૨
નરસૈયો
૧૫૭
૨૩
ચકડોળ ઉપર
૧૬૫
૨૪
સૂરોનો સ્વામી
૧૭૨
૨૫
રતન મામી
૧૮૪
૨૬
છેલ્લું ગાન
૧૯૩
૨૭
સુલતાનનો મનસુબો
૨૦૪
૨૮
દોસ્તી તૂટી
૨૧૩
૨૯
મું સાંભરીશ મંડળિક
૨૨૫
૩૦
'હું ક્ષુદ્ર છું'
૨૩૪
૩૧
'ઓ ગિરનાર !'
૨૩૯
નિવેદન
ઐ તિહાસિક નવલકથા આલેખવાની પહેલી હિંમત ગયા વર્ષે 'સમરાંગણ'થી કરી. વાચકોએ અને સાહિત્યકારોએ એનો જે સત્કાર કર્યો તે મારા પગને આ નવી ભૂમિ પર સ્થિર કરનાર નીવડ્યો. આ વખતનું સાહસ જો વાચકોને સફલ લાગે તો તેનો જશ એ રીતે તેમને જ મારા એ નવીન સાહસના પ્રોત્સાહકો તરીકે જશે.
દોઢ દોઢ દાયકા સુધી સ્મૃતિના ગોખલામાં સચવાઇ રહેલી એક લોકકથાની કણિકાએ મને ગયા વર્ષે 'સમરાંગણ' સરજવાની દિશા સૂચવી. આ વખતે પણ આઇ નાગબાઇના પૂર્વસંસારની ને વીજલ વ'જાના રક્તકોઢની જે ઘટના પર મેં આખી કથાની માંડણી કરી છે, તે બે ચાર ઘટનાઓ પણ લોકકથાની કણિકાઓ રૂપે જ મારી યાદદાસ્તના એકાદ કોઈ ગોખલામાં સંઘરાઇ રહેલી. લોકસાહિત્યની ચીંથરીઓએ આજે મને આવો ઉજ્જવળ અવસર દેખાડ્યો છે છતાં આ નવી રસાયન-ક્રિયા રૂપે એ મારે શિરેથી ઘટવાને બદલે વધે છે. લોકસાહિત્યનું સંશોધન ને પરિશીલન સીધી રીતે સંજોગવશાત છૂટી ગયું છે છતાં આ નવી રસાયણ-ક્રિયા રૂપે એ મારી નસોમાં સજીવન છે. ચીંથરીમાં સચવાઈ રહેલી આ નાની નાની સોના-કણીઓએ મને ઐતિહાસિક કથાઓનું આદિધન પૂરૂં પાડીને ઇતિહાસ તરફ અભિમૂખ કર્યો છે. સૌરાષ્ટ્રનો ઇતિહાસ જેટલો કંઇ શોધાયો છે, તેની અંદર લાંબી વાર્તાને પૂરપાટ ઘોડે રમવાનું મેદાન મેં જોયું છે. ભલેને આ મેદાન પર બીજી કેટલીક કલમો રમી ગઇ, તેથી મેદાન કંઇ ખૂટી ગયું નથી. નવી દૃષ્ટિ લઇને ઝૂકાવનારી નવીન ક્લમો માટે આંહી બહોળી ક્રીડાભોમ પડી છે.
તેમજ સંઘર્ષણનાં બિંદુઓ નિહાળવાનો ઉઘાડ પામી. ગૂજરાતના ઇતિહાસની પાર્શ્વભૂમિ પર સોરઠી ઇતિહાસની લીલા નિરખવાનો નવીન આહ્લાદ મળ્યો.
જુનાગઢના રા' માંડળિક છેલ્લાનો ઈ.સ. ૧૪૩૩ થી ૧૪૭૩નો લીલાકાળ, એ ગૂજરાતની નવી સુલતાનીઅતના બે ત્રણ સુલતાનોનો સમકાલ હતો. આ નવી ગૂજરાતી સુલતાનીઅત જે જે ચડતી પડતીઓ અનુભવી રહી હતી તેનો ખ્યાલ મેં 'મિરાતે સિકંદરી' અને 'મિરાએ અહમદી' જેવી પ્રમાણમાં વિશ્વશનીય મુસ્લિમ તવારીખો પરથી મેળવીને વાર્તામાં ગૂંથેલ છે. મુસ્લિમ રાજરંગોની રંગભૂમિ ઉપર માંડળિકનું વ્યક્તિત્વ મેં ઊભું કરેલ છે. એની વિભૂતિનો આખરી અફળાટ યુવાન સુલતાન મહમદ બેગડાની સમશેર સાથે થયો ત્યાર પહેલાંની પ્રારબ્ધ-તૈયારી તો લાંબા કાળથી ચાલતી હતી. ગૂજરાતની ઇસ્લામી રાજવટનો ભાગ્યપ્રવાહ મેં એટલા માટે જ જોડાજોડ બતાવ્યો છે.
માંડાળિક બે સ્ત્રીઓને પરણેલો તે પણ ઐતોહાસિક માહેતી છે. કુંતાદે હાથાલા (અરઠીલા)ની રાજકુમારી ખરી, પણ સોરઠી ઇતિહાસોમાંથી દોહન કરી સર્વ વાતો લખનાર કેપ્ટન બેલ એને ભીમજી ગોહિલની દીકરી કહી ઓળખાવે છે અને એનો ઉછેર એના કાકા દુદાજી ગોહિલના ઘરમાં દેખાડે છે. વસ્તુતઃ ભીમજી ગોહિલના તો હમીરજી, દુદાજી ને અરજણજી ત્રણે દીકરા હતા. કુંતાદે કોની દીકરી, તે વિષેની મારી માહેતીને વહીવંચાના ચોપડાનો આધાર છે કે કેમ તે મેં જોયું નથી, પણ દુદાજી જો કુંતાનો કાકો થતો હોય તો એ અરજણજીની જ દીકરી હોઇ શકે એવો તોડ ઉતારીને મેં હમીરજીને એનો કાકો બતાવેલ છે. એ કુંતાદેએ રા' માંડાળિકના જીવનમાં ભજવેલ આખોય ભાગ તો મારી કલ્પનાનું જ આલેખન છે.
રા'ના ગંગોદક-સ્નાનના પ્રભાવે ઊનાના વીજા વાજાનો કોઢ ટળ્યો એટલી વાત ભગવાનલાલના ઇતિહાસમાંથી મળે છે. સોમનાથના મંદિરમાં માંડળિકને પડેલો પ્રસંગ મારો કલ્પેલ છે. નાગબાઇના પૌત્ર નાગાજણ ચારણ સાથે રા'ની દોસ્તી, દોસ્તીનું તૂટવું, તૂટવાનાં કારણો, વગેરેને લોકકથાઓનો જ આધાર છે. માંડળિકને અમદાવાદ જઇ મુસલમાન બનવું પડ્યું, ત્યાં એ પોક મૂકીને એકાંતે રડતો હતો, એનું મુસ્લિમ નામ ને એની કબર - વગેરે વાતોને મિરાતે સિકંદરીનો આધાર છે. માંડળિક વટલ્યો હતો તે તો સર્વસ્વીકૃત છે.
ખરો ખુલાસો ભીલકુમારના પાત્ર સંબંધે કરવોઇ રહે છે. હમીરજી ગોહિલની કથા ઇતિહાસમાન્ય છે, એ ઇતિહાસમાં એક નાનકડું વાક્ય આ છે:
'હમીર તેની (ભીલકન્યાની) ભેળો એક રાત રહ્યો, તેથી તે બાઇને ઓધાન રહ્યું. વાઘેરમાં દીવ પરગણે જે કોલિઓ છે તે પોતને આ મિશ્ર ઓલાદમાંથી ગણાવે છે.' [ સૌ. દેશનો ઇતિહાસ - ભગવાનલાલ સં ]
મારે માટે આ એક જ ફકરો બસ થઈ પડ્યો. હમીરજીનો પુત્ર હમીરજીની
આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારત માં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૬ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1966 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.