ખળખળતું પાણી

ભજન · નરસિંહ મહેતા

તે અગનથી આકરું, ચોકમાં લાવીને મેલ્યુમ આણી,

પોતાના જાણ તેને ગણ્યા પારકા, અન્ય જાણી તીની ત્રીઠ તાણી – ખળખળતું. ૧

માગ્યા મહેતે જઈ , વહેવાઈને કહી, ઉષ્ણમાં ભેળવા ટાઢું પાણી,

‘ગીત ગાશો તંહી મેહૂલો વરસશે, આફણીયે થાશે જળ સમાણી. – ખળખળતું. ૨

કીધો મલ્હાર તે સાંભળ્યો શામળે, થયો ઘનઘોર ને ધનુષ્ય તાણ્યું,

વાય છે વાવડો વીજ ચમકા કરે, ગાજિયો ગગન તે જગતે જાણ્યું. - ખળખળતું ૩

ચાતુર્માસ નથી, નથી રત-માવઠું, કારમો ઉમગ્યો ખડક કાઢી,

અવની ઉપર થઈ નીર ચાલ્યું વહી, જાણીએ મેહ વૂઠ્યો અષાઢી – ખળખળતું. ૪

ધાઈ વહેવાઈ આવ્યા મહેતાજી કને , ‘ધનો મહેતા ! ધન્ય ભક્તિ સાચી,

પહેરામણી પણ નરસૈ કરશે ભલી, મૂરખ આપણી બુદ્ધિ કાચી.’ – ખળખળતું. ૫

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી